Tuesday, April 8, 2014

MODAL AUXILIARIES (સહાયકારક ક્રિયાપદ)



MODAL AUXILIARIES (સહાયકારક ક્રિયાપદ)

Can,could ,may,might,will,would,shall,should,must,have to અને ought to વગેરેને સહાયકારક

ક્રિયાપદો (modal auxiliaries) કહેવામાં આવે છે. તેઓ જુદી જુદી ભાવનાઓ દર્શાવવામાં સહાય કરે છે.

ક્રિયાપદ તરીકે તેમનું સ્વતંત્ર સ્થાન નથી.

(1) Should :- નૈતિક ફરજ હોવી

Should હંમેશા નૈતિક ફરજ સૂચવે છે. ગુજરાતીમાં આપણે ‘જોઈએ’ એવા અર્થમાં બોલીએ

છીએ. ‘should’ દ્વારા કંઇક કરવું જોઈએ અથવા કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ છે તેવું

સૂચવાય છે. ક્યારેક સલાહ આપવાના અર્થમાં પણ વપરાય છે.

e.g,-> we should wakeup early in the morning.
-> you should give due respect to your elders.

->should નો ઉપયોગ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થઇ શકે છે.

(2) Must :- અનિવાર્ય ફરજ હોવી

‘must’ હંમેશા અનિવાર્ય ફરજ સૂચવે છે. કોઈપણ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા ‘must’

સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કાયદાની દ્રષ્ટિએ અથવા તે કાર્ય ન કરવાથી નુકશાન જશે

તેથી તે કાર્ય કરવું જ જોઈએ ફરજીયાતાપના ભાવ ‘must’ દ્વારા સૂચવાય છે. મનાઈ,દ્રઢ નિશ્ચય કે

ભારપૂર્વક સલાહ દર્શાવવા તેનો ઉપયોગ થાય છે.ક્યારેક સંભાવનાઅટકળ , અનુમાન કરવા માટે

Must નો ઉપયોગ થાય છે.

e.g.,-> we must honour our national insignia.

-> you must give due respect to your elders.

(3) Have to :- ફરજ પાડવી

‘Have to’ કોઈપણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. કાળ પ્રમાણે ‘Have to’

ના રૂપો વપરાય છે. જેમ કે વર્તમાન કાળમાં ‘Have to’ અને ‘Has to’,ભૂતકાળમાં ‘Had to’ અને ભવિષ્ય

કાળમાં ‘shall have to’ અથવા ‘will have to’ વપરાય છે.કોઈ પણ બાહ્ય દબાણના અનુસંધાને તે કાર્ય

કરવું પડ્યું તેવો ભાવ સૂચવાય છે.

e.g.-> you have to wakeup early in hostel.

-> He has to work hard to get promotion.

(4) Would :- ઈચ્છા દર્શાવવી

‘would’ નો ઉપયોગ ઈચ્છા દર્શાવવા ,વિકલ્પો પસંદ કરવા માટે કે પસંદગી સૂચવવા માટે થતો હોય

છેઆ ઉપરાંત ‘would’ નો ઉપયોગ વિનંતીનો ભાવ દર્શાવવા પણ થાય છે.

e.g.-> Would you like to take tea?

-> Wuold you lend me thousand ruppe please?

-> I would become an IAS officer.

-> તમામ પ્રકારના કાળમાં Would નો ઉપયોગ થઇ શકે. Shall/will ના સ્થાને પણ would નો ઉપયોગ થઇ

શકે.

(5) Could :- શક્તિ હોવી

Could  ‘can’ નુ ભૂતકાળનુ રૂપ છે. જેનો અર્થ શક્તિમાન હોવું એવો થાય છે. સામાન્ય રીતે

શક્તિ(ability)દર્શાવવા માટે ભૂતકાળના સંદર્ભમાં could વપરાય છે. ઘણીવાર ‘would’ની જેમ વિનંતીનો

ભાવ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે.

e.g.-> I could ran fast when I was five.

-> Could you help me to do this exercise?

(6) can :- શક્તિ હોવી

Can નો ઉપયોગ પણ શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે થાય છે. તેમજ અનોઅપચારિક રીતે અથવા

ભારપૂર્વક વિનંતી કરવા માટે પણ can નો ઉપયોગ થાય છે.

e.g. -> I can achieve my dream.

-> Can I talk to Mr. Sharma?

(7) May :- સંભવિત હોવું

‘May’ સંભવિતતાપરવાનગીહેતુ ,શુંભેચ્છા , વિનંતી અને આશીર્વાદનો ભાવ સૂચવે છે.

e.g. -> May I come in sir?

-> May you prosper in life!

-> It may rain today.

-> You may become the P.M. of india.

(8) Might :- સંભવિતતા હોવી

Might નો ઉપયોગ May ના ભૂતકાળના રૂપમાં થાય છે. મોટા ભાગે might સંભાવના દર્શાવવા માટે

વપરાય છે. અને ક્યારેક વિનંતી દર્શાવવા પણ વપરાય છે. આ ઉપરાંત વર્તમાનમાં might નો ઉપયોગ

ભૂતકાળને બદલે વર્તમાનકાળ દર્શાવવા પણ થાય છે.

e.g.->If you had played well, you might have won the match.

-> If might have rained today.

-> You might become the P.A. of india.

1 comment:

  1. Sir,
    I have read your blog. Thank you very much for your great service to Gujaratis and Gujarat.

    Best of luck.
    Mayur Patel - 9998050606

    ReplyDelete