બીજાનું અપનાવવા માટે પોતાનું છોડી દેવાની જરૂર નથી
અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં ~ ફાધર વાલેસ
અંગ્રેજી
એ દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે. આજે દુનિયા માં 350
મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55
મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા અંગ્રેજી માં બોલે છે.
જેમની માતૃભાષા અંગ્રેજી નથી અને અંગ્રેજી બોલે છે તેવા ૧ બિલિયન કરતા પણ
વધારે છે.આમતો અંગ્રેજી પ્રમાણમા ખૂબ સરળ ભાષા છે. થોડા પ્રયાસ કરવાથી તમે
જલ્દીથી અંગ્રેજી બોલતા થઇ જશો અને તમે રોજીંદા વપરાશમાં અંગ્રેજી ને ઉપયોગ
કરી શકો છો.