Monday, March 31, 2014

અંગ્રેજી શા માટે?


અંગ્રેજી શા માટે?

બીજાનું અપનાવવા માટે પોતાનું છોડી દેવાની જરૂર નથી
અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં ~ ફાધર વાલેસ
અંગ્રેજી એ દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે. આજે દુનિયા માં 350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા અંગ્રેજી માં બોલે છે.  જેમની માતૃભાષા અંગ્રેજી નથી અને અંગ્રેજી બોલે છે તેવા ૧  બિલિયન કરતા પણ વધારે છે.આમતો અંગ્રેજી પ્રમાણમા ખૂબ સરળ ભાષા છે. થોડા પ્રયાસ કરવાથી તમે જલ્દીથી અંગ્રેજી બોલતા થઇ જશો અને તમે રોજીંદા વપરાશમાં અંગ્રેજી ને ઉપયોગ કરી શકો છો.
અંગ્રેજીના પ્રભાવમાં ન આવી જઇએ, પરંતુ અંગ્રેજીના અભાવે પાછા ન પડીએ તે માટે પણ અંગ્રેજી શીખવું જોઇએ. વર્કેબલ અંગ્રેજી શીખો તો તમારા જીવનમાં તકો વધી જ જાય. લર્નીંગ, અર્નીંગ, કોમ્યુનીકેશન, જોબ, બિઝનેશ, કેરીયર ડેવલપમેન્ટ તેમજ પર્સનાલીટી ડેવલપમેન્ટ એ તમામ ક્ષેત્રોમાં અંગ્રેજી શીખવાથી જબરજસ્ત ફાયદા થાય છે. અંગ્રેજી સહેલામાં સહેલી ભાષા છે. માટે તેનો ડર કાઢી તેનું વર્કેબલ નોલેજ લેવું જોઇએ.
આ બ્લોગ નો મુખ્ય ઉદ્દેશ આવુ ભણતર પૂરુ પડવાનો છે કે જેમણે અંગ્રેજી શીખવુ છે તેમના માટે ઘણુ ઉપયોગી બની રહે. આ બ્લોગ મફત છે. તમે અંગ્રેજી ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.
આ બ્લોગ ના વાક્યો તથા શબ્દો બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે છે. જો તમારી કોઈ ટીપ્પણી કે સૂચનો હોય, કે તમને કોઈ નાની ભુલ દેખાય, તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો — અમને તમારા સૂચનો ગમશે.

અંગ્રેજી કેમ શીખવુ જોઈઍ?

અંગ્રેજી ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.
તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો
અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.
પ્રવાસ
જો તમે થોડું અંગ્રેજી જનતા હો તો અંગ્રેજી બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે છે. ઍવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષા નુ ભણતર તમને ઘણુ કામ લાગશે.

1 comment:

  1. ઍવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષા નુ ભણતર તમને ઘણુ કામ લાગશે.
    ---------
    Even in many parts of India!!

    ReplyDelete