Showing posts with label English Grammar in ગુજરતી. Show all posts
Showing posts with label English Grammar in ગુજરતી. Show all posts

Wednesday, May 27, 2020

The Noun


THE NOUN


-The Noun> કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહે છે.
જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.
1>     Common noun (સામાન્ય નામ): dog, pen, boy, ball, bag etc.
2>     Proper noun  (સંજ્ઞાવાચક નામ): Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.
3>     Abstract noun (ભાવવાચક નામ): love, joy, beauty, anger, pity etc.
4>     Collective noun  (સમૂહવાચક નામ): team, cattle, people, herd, group etc.
5>     Mass noun (દ્રવ્યવાચક નામ): milk, water, gold, wine, sugar etc.
>એકવચન માંથી બહુવચન Noun બનાવવા ના નિયમો.
‘S’  લગાડીને
Pen-pens            book-books        tree-trees
Cow-cows           bag-bags              boy-boys
‘ES’ લગાડીને
જયારે કોઈ સ્પેલીગ નો અંત s, sh, ch, ss, o કે x થી થતો હોય તો બહુવચન બનાવવા ‘es’લાગશે.
જેમ કે
Glass-glasses     bush-bushes                      box-boxes
Class-classes      bench-benches                                potato-potatoes
‘ies’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘y’ થી થતો હોય અને એની પહેલા વ્યંજન હોય તો બહુવચન બનાવવા ‘y’ને સ્થાને ‘ies’ લાગશે.
City-cities            baby-babies       fly-flies
Copy-copies       diary-diaries       lady-ladies
પરંતુ જો ‘y’ પહેલા સ્વર હોય તો બહુવચન બનાવવા ‘s’ લાગશે.
જેમ કે
boy-boys             key-keys              donkey-donkeys
‘ves’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘f’ કે ‘fe’ થી થતો હોય ત્યારે એ નીકાળી ને ‘ves’ લાગશે.
જેમ કે
Calf-calves          leaf-leaves          self-selves
Thief-thieves     knife-knives       life-lives
Wolf-wolves      loaf-loaves         
અપવાદ:
Proof-proofs      chief-chiefs        roof-roofs
કેટલાક નામ એકવચન અને બહુવચન માં અલગ જ સ્પેલિંગ ધરાવે છે.
જેમ કે
Man-men            goose-geese      ox-oxen              
Mouse-mice      foot-feet             child-children
Tooth-teeth       woman-women
કેટલાક નામ એકવચન અને બહુવચન માં એક જ સ્પેલિંગ ધરાવે છે.
જેમ કે
Deer                      sheep                   swine
Dozen                   thousand             pair
Fish                        hundred              series
કેટલાક નામ બહુવચન જેવા દેખાય છે પરંતુ હંમેશા એકવચન તરીખે જ વપરાય છે.
જેમ કે
News                    politics                  economics
ethics                    mathematic       athletics
કેટલાક જથ્થાવાચક નામ હંમેસા એકવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Rice                        fuel                        advice
Furniture             machinery           stationery
Information        luggage                                poetry
કેટલાક નામ હંમેશા બહુવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Spectacles           pants                     scissors
Wages                  tongs                     valuables
Goods                   movables            eatables
Glasses                 trousers               stocks
કેટલાક સમુહવાચક વાચક નામ હંમેશા બહુવચન  તરીખે વપરાશે.
જેમ કે
Cattle                    police                    folk
Public                    people                  audience
Mankind              crowd                 mob
Army                     team                     herd
કેટલાક નામ ના બહુવચન માં s/es પહેલા શબ્દ સાથે લાગશે.
જેમ કે
Son-in-law                          sons-in-law
Daughter-in-law               daughters-in-law
Looker-on                           lookers-on
કેટલાક લેટીન અને ગ્રીક નામ ના બહુવચન જોઈએ.
Medium-media                                datum-data                        radius-radii
Formula-formulae           crisis-crises                         basis-bases  

Wednesday, May 8, 2013

Preposition(નામયોગી અવયવ):-


Preposition

Preposition(નામયોગી અવયવ):-

Preposition
એટલે નામયોગી અવયવ. Preposition નુ કાર્ય નામ, સર્વનામ, કે નામ નુ કાર્ય કરનાર

શબ્દ સાથે સંબંધ દર્શાવવાનું છે.

e..g. Priya puts the bag on the table.

અહીંયા બેગઅને ટેબલસાથેનો સંબંધ ‘on’દ્વારા દર્શાવાયો છે.જે સ્થળ સૂચવે છે.આ રીતે Preposition

દ્વારા સ્થળ ,સમય, દિશા,ગતિ વગેરે સૂચવાય છે.અહીંયા આપણે અલગ અલગ Preposition અભ્યાસ

કરીશું.

(1)On:-ઉપર

On
એટલે ઉપર’.પણ અહીંયા સામાન્ય રીતે કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ સ્પર્શીને પડી હોય

તેવો અર્થ સૂચવાય છે.’ On’સમય દર્શાવવા માટે પણ વપરાય છે.

e.g. ->He puts all the books on the table.

->She will come back on Monday.

->
પગે ચાલીને જવાના સંદર્ભમાં પણ On વપરાય છે.

(2)Over:- ઉપર

‘Over’
એટલે પણ ઉપર એવો અર્થ થાય.પણ તેમાં કોઈ સ્પર્શ નઓ અર્થ સૂચવતો નથી.કોઈ

લટકતિ ,ઉડતી, ઘુમતી વસ્તુ કે પદાર્થ કોઈ જગ્યા આવરીલે છે.તે સૂચવવા માટે ‘Over’વપરાય છે.કોઈ

ને ઓળંગી ને જવાનો અર્થ પણ સૂચવાય છે.

e.g. ->The thief jumped over the wall.

->A plan flew over the city.

(3) In:- અંદર,માં

In
એટલે અંદર. કોઈ વસ્તુ અંદર રહેલ કે પડેલી હોય(સ્થિર)ત્યારે Inદ્વારા તે ભાવ સુચવાય છે.

e.g. Mohan is in the office.

(4)Into:- અંદર,માં

Into
એટલે પણ અંદર. પરંતુ આ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપયોગ માં લેવાય છે.

e.g. Mohan is coming into the office.

(5)Above:-ઉપર

Above
એટલે પણ ઉપર.પરંતુ અહીંયા કોઈ એક વસ્તુ ની ઉપર એકબીજા ને સ્પર્શ કાર્ય વગર રહેલિ

કે ટિંગાળેલી વસ્તુ માટે Above વપરાય છે.ઉપરાંત ચડિયાતાપણું કે પ્રગતિ નાં સંદર્ભમાં પણ Above

વપરાય છે.

e..g. ->The painting is above the door.

->Sima is above me in the class room.

(6)Between:-વચ્ચે

Between
એટલે વચ્ચે. પણ Between બે વ્યક્તીકે વસ્તુ ન સંદર્ભમાં વાત થતી હોય ત્યારે વપરાય

છે.

e.g. He distribute these two chocolaets between his two daughters.

(7)Among :-
વચ્ચે

Among
એટલે પણ વચ્ચે.પરંતુ બે કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની વાત થતી હોય ત્યારે

Among
વપરાય છે.

e.g. Distribute these chocolates among these children in the garden.

(8)Across:-
આરપાર

Across
એટલે આરપાર’.એકબાજુ થી બીજીબાજુ ઓળંગવાનાં સંદર્ભમાં across વપરાય છે.

e.g. I ran across the road.

(9)With:-વડે,સાથે

‘with’
શબ્દનો ઉપયોગ બે જુદા જુદા અર્થ સૂચવવા થાય છે.’With’એટલે ની સાથે’. ‘કોઈની સોબતમાં

એવો અર્થ સૂચવે છે.કોઈક સાધન નાં સંદર્ભ માં ‘With’ નો ઉપયોગ થાય ત્યારે વડેઅર્થ થાય છે.

e.g..-> I go to school with Suchita.

->Iam writing my exampaper with ink-pen.

(10)Behind:-
પાછળ

‘Behind’
કોઈ વસ્તુ ની પાછળ સ્થિર રહેલ વસ્તુકે વ્યક્તિનો સંબંધ સૂચવે છે.’Behind’ એટલે પાછળ

પણ અહીંયા પાછળસ્થિર રહેલ વસ્તુનો સંદર્ભ સૂચવે છે.

e.g. My home is behind the police-station.

(11)After:-પછી

After
એટલે પછીઅથવા પાછળ’. પરંતુ અહીંયા After ગતિ સૂચવે છે.

e.g. A policeconstable is running after a bus.

(12)Of:- નો,ની ,નુ ,ના (છઠ્ઠી વિભક્તિ)

માલિકી ન સંદર્ભ માં Of વપરાય છે.કોઈપણ રોગ થી મૃત્યુ પામવા માં Of નો ઉપયોગ થાય છે.

e.g. She died of leukemia.

-> The leg of this chair has broken.

(13)For:- માટે

‘for’
એટલે ને માટે’.કોઈ વ્યકતી કે વસ્તુ માટે તેવો અર્થ ‘For’ દ્વારા સૂચવાય છે.આ ઉપરાંત કોઈ

અચોક્કસ સમય ગાળો ‘for’ દ્વારા સૂચવાય છે.સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાનકાળ માં વપરાય છે.

e.g. ->Mr.sharma has been working here for three years.

->I am waiting here for my mother.

->For ‘
માટેઅને કારણકેના સંદર્ભ માં પણ વપરાય છે.

e.g. He was punished for his carelessness.

(14)At:-તે સમયે ,તે સ્થળે

‘At’
સમય અને સ્થળ બંને સૂચવે છે.ની તરફ નો સંદર્ભ પણ દર્શાવે છે.

(
કોઈ નાનાં શહેર કે ગામડાની વાત થાય ત્યારે ‘At’નઓ ઉપયોગ થાય છે.જયારે મોટા શહેર કે દેશ ન

સંદર્ભમાં વાત થાય ત્યારે ‘in’વપરાય છે.)

e.g. He goes to school at 7 O’clock everyday

-> Mr.Shan in at home.

->Look at the elephant.

(15)From…..to :- એક સમય થી ત્યાં સુધી,એક સ્થળ થી બીજા સ્થળ સુધી

કોઈ એક સમય ગાળામાં કોઈ ક્રીયાકે સ્થીતિનું બનવું તે દર્શાવવા માટે આ બંને Preposition સાથે

વપરાય છે.

e.g.-> She reads Literature from 7:00 p.m. to 8:00p.m.

->They went from Baroda to surat.

Note:-
કોઈપણ રોગ થી પીડા થતી હોય તે સૂચવવા એકલા ‘From’ નો ઉપયોગ થાય છે.

e.g. The patient is suffering from tuberculosis.

(16)Before:-પહેલા

‘Before’
એટલે પહેલા’. સમય ના સંદર્ભમાં વપરાય છે.

e.g.. You must reach the station before 4 O’clock.

(17)After:-પછી

‘After’
સમયનાં સંદર્ભમાં પણ વપરાય છે.જે પછીથીતેવો ભાવાર્થ સૂચવે છે.

e.g., I will come there after two hours.

(18)Near:-નજીક, પાસે

‘Near’
એટલે નજીક’.’પાસે’. કોઈ વ્યક્તીકે વસ્તુ પાસે છે તેવા સંદર્ભમાં ‘Near’વપરાય છે.

e.g. My house is near the S.V.Hospital.

(19) By:-દ્વારા

દ્વારાનો અર્થ ‘By’ દ્વારા સૂચવાય છે.જે Agent સૂચવે છે.તેમજ ‘By’મુસાફરી અથવા ગતિ ન સંદર્ભમા

પણ વપરાય છે.

e.g. He goes to office by train.

-> The lion is killed by a hunter.

(20) To:- ની તરફ , ની જગ્યાએ

‘To’
એટલે ની દિશા તરફ’. ‘ની જગ્યાએગતિ સૂચવતા ક્રિયાપદ સાથે વપરાય છે.

e.g. My father goes to temple everyday.

(21)A long:- ની સમાંતરે

‘A long’
નો ઉપયોગ ની સમાંતરે જવાના કે હોવાના સંદર્ભમાં સૂચવવા માટે થાય છે.

e.g. There is a row of vehicles along the road.

(22)Under:- હેઠળ, નીચે,તળે

ની નીચેકે તળેનઓ સંદર્ભ સૂચવવા માટે ‘Under’વપરાય છે.

e.g. There are so many children under the tree.

(23)About:-નાં વીશે

‘About’
એટલે નાં વીશેઅથવા તો કોઈ વિષય ના સંદર્ભમાં વપરાય છે.

e.g.They are talking about Mr.A.P.J.Abdul Kalam.

(24)Beside:-‘
બાજુમાંઅથવાનજદીક નાં સંદર્ભમાં Beside વાપરવામાં આવે છે.

e.g. I sat beside my friend.

(25)Besides:-‘તદુપરાંત

તદુપરાંતનાં સંદર્ભમાં ‘Besides’વાપરવામાં આવે છે.

e.g. Besides this house they have one in Bombay also.

(26)Beyond:-પેલે પાર

બીજી બાજુએઅથવા વધારાનુંએવા અર્થમાં ‘Beyond’વપરાય છે.

e.g. My home is beyond the temple.

He worked beyond three hours.

(27)Through:-માંથી

માંથીપસાર થવાના સંદર્ભમાં ‘Through’ વપરાય છે.

e.g. They came through the crowd.

(28)Up to:- અમુક હદ સુધી

ની મર્યાદા સુધી, તેથી વધારે નહી તે અર્થમાં Up to નઓ ઉપયોગ થાય છે.

e.g.She walked up to the river.

(29)Since:-થી

કોઈ ચોક્કસ સમય (Points of Time)’Since’દ્વારા સૂચવાય છે.સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાનકાળમાં

વપરાય છે.

ARTICLE આટિક્લ્



અંગ્રેજી ભાષા માં ૨૬ મૂળાક્ષર છે. જેમાં a,e,I,o,u સ્વર(vowel) છે. અને બાકી ના વ્યંજન(consonant) છે.અને અંગ્રેજી ભાષા માં ત્રણ article a, an અને the છે.અને an article એકવચન માટે વપરાય છે જયારે the article એકવચન તેમજ બહુવચન બન્ને માટે વપરાય છે.
>a/an નો અર્થ ‘એક’ એવો થાય છે માટે તેઓ હંમેસા એકવચન સામાન્ય નામ પહેલા લાગશે.
>ગણી ન સકાય તેવા ભાવવાચક અથવા દ્ર્ર્વ્યવાચક નામ પહેલા article લાગશે નહિ.
જેમ કે water, milk, gold, love, anger etc.
>સંજ્ઞાવાચક નામ(proper noun) પહેલા article નહિ વપરાય.
જેવા કે, Mehul, Mayur, Patan, Gujarat, India etc.

Indefinite Article ‘A’
>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે તેની આગળ ‘a’ article લાગશે.
જેમ કે a book, a student, a car, a house, a tiger etc.
>જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો તેની આગળ પણ ‘a’ article લાગશે.
જેમ કે a one dollar note, a European, a uniform, a union, a university, a useful thing, a unit etc.
> ‘a’ article ‘little’ અને ‘few’ સાથે પણ વપરાય છે જે હકાર મતલબ સૂચવે છે.
જેમ કે There is a little water in the bottle you can drink it.
There are a few boys who can do your work.
>’દરેક’ના સંદર્ભ માં પણ ‘a’ article વપરાય છે.
જેમ કે 50 rupees a kilo, ten times a week, 15 rupees a dozen.
 >‘a’ article ઉદગાર વાક્ય માં પણ વપરાય છે.
જેમ કે What a nice time we have!
How wonderful the Studyingon site is!
What a beautiful you look!

Indefinite Article ‘An’
> જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય ત્યારે તેની આગળ ‘an’ article લાગશે.
જેમ કે an apple, an orange, an umbrella, an elephant  etc.
>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજન થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર સ્વર થી થતો હોય તો તેની આગળ પણ ‘an’ article લાગશે.
જેમ કે an x-raw machine, an hour, an honest person, an honorable man, an M.P., an SMS, an M.L.A., an L.L.B. etc.

Indefinite Article ‘A’ અને ‘An’ ક્યારે ન વપરાય
> Indefinite Article ‘A’ અને ‘An’ બહુવચન નામ સાથે ન વપરાય.
જેમ કે books, girls, pants, people etc.
> Indefinite Article ‘A’ અને ‘An’ ગણી ન સકાય તેવા નામ સાથે ન વપરાય.
જેમ કે news, advice, furniture, knowledge, work etc.
> Indefinite Article ‘A’ અને ‘An’ દ્દ્રવ્યવાચક નામ ની સથે ન વપરાય.
જેમ કે milk, water, cloth, tea, wheat, rice, wood, sugar etc.
> Indefinite Article ‘A’ અને ‘An’ ભાવવાચક નામ સાથે ન વપરાય.
જેમ કે  love, hope, wisdom, fear, courage, beauty etc.
>ભોજન ના નામ આગળ Indefinite Article ‘A’ અને ‘An’ ન વપરાય.
જેમ કે dinner, lunch, breakfast, supper etc.

Definite article The
>ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ માટે
Ex. The pen which you gave me was very nice.
The girl who came to your home was Tina.
>અજોડ વસ્તુ માટે
જેમ કે The moon, The sun, the sky, the earth, the sea etc.
>વસ્તુ કે વ્યક્તિ નો જયારે બીજી વાર ઉલ્લેખ કરવા માં આવે ત્યારે
જેમ કે I met a boy. The boy was very claver.
Gopi gave me a gift. The gift was costly.
>જયારે નામ નો પૂરી જાતી માટે ઉપયોગ થયો હોય ત્યારે
જેમ કે The dog is a faithful animal.
The pen is useful device.
The rose is beautiful flower.
>નદીઓ, પર્વતમાળાઓ, મહાસાગર કે ખાડીઓ ના નામ સાથે
જેમ કે The Ganga, The Himalayas, The Arabian sea etc.
>ધર્મગ્રંથો, ઐતિહાસિક ઈમારતો, કિલ્લાઓ, સ્મૃતિ ચિહ્નો સાથે
જેમ કે The Gita, The Bible, The Taj Mahel, The Rani ki Vav, The Red Fort, The Ashok Chakra etc.
>દિશાઓ ના નામ સાથે
જેમ કે the East, the west, the south, the North etc.
>Newspapers અને Magazines ના નામ સાથે
જેમ કે the Times of India, the Divy Bhaskar, the Safari etc.
>પૂરી કોમ, જાતી કે નાગરીકતા સાથે
જેમ કે the Indians, the Hindus, the British, the Japanese etc.
>ઐતિહાસિક દિવસ કે ઘટના સાથે
જેમ કે the Independence Day, the Industrial Revolution, the Republic Day etc.
>ટ્રેન, જહાજ, સબમરીન, મિસાઈલ કે વિમાન ના નામ સાથે
જેમ કે the Vikrant, the Jambu Tavi, the Titanic, the Arihant, the Agni-2 etc.
>નંબર સાથે
જેમ કે the first, the last, the next, the second etc.     
>જયારે કોઈ સામાન્ય નામ નો વિશેસણ તરીખે ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે
જેમ કે You are the Gandhiji of our class.
Patan is the Parris of Gujarat.
>Superlative Degree ના વિસેસણ સાથે
જેમ કે the best, the longest, the biggest, the worst etc.
>Double comparative degree સાથે
જેમ કે The more you work, the batter it is.
The less work, the less you earn.
>વિસેસણ જ્યરે નામ(Noun) તરીખે વપરાય ત્યારે તેની સાથે
જેમ કે થે the strong, the good, the dangerous, the perfect, the needy etc.
    
ક્યારે The Article નહિ વપરાય
>કોઈ વસ્તુ કે પદાર્થ ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે water,gold,vegetable etc.
_પરંતુ ચોક્કસ વસ્તુ અથવા પદાર્થ ના સંદર્ભ માં article The વપરાશે.
જેમ કે the water of the Ganga.
>સંજ્ઞાવાચક નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે Suresh, Nisha, India, Gujarat etc.
>ભાષા ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે Gujarati, Hindi, English etc.
>ઈમારતો ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે school, house, college, university, temple etc.
-પણ ચોક્કસ ઈમારત ના સંદર્ભ માં The Article વપરાશે.
જેમ કે The school was very nice which I visited last time.
>ભોજન ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે lunch, dinner, breakfast, supper etc.
>રમત ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે cricket, football, chess, tennis etc.
>રોગ ના નામ સાથે The Article નહિ વપરાય.
જેમ કે fever, malaria, cancer, AIDS etc.
>કલર ના નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે green, black, red etc.
(I liked the green sari.)
>વાર, મહીના અને ઋતુ ના નામ સાથે The Article નહિ વપરાય.
જેમ કે Sunday, July, Summer, Winter etc.
>તહેવારો ના નામ સાથે The Article નહિ વપરાય.
જેમ કે Holi, Diwali etc.